આસમાનમાં એકથી વધુ સૂરજના દ્રશ્ય વિષે

Ml Fayyaz Patel
0
     અમુક વખત આસમાનમાં અદભૂત દ્રશ્યો જોવા મળે છે કે આસમાનમાં એક સાથે બે અથવા ત્રણ સૂરજ ઉગ્યા હોય એમ લાગે છે. વર્તમાનમાં ચીન અને સુદાન જેવા દેશોમાં પણ આ દ્રશ્ય જોવા મળ્યા.
     મુદ્દાની વાત આ છે કે જ્યારે પણ આવું અદભૂત દ્રશ્ય જોવા મળે છે ત્યારે લોકો તેનું વિડીયો નિમ્ન વાતો સાથે શેયર કરે છે.
❖ હવે કયામત ઘણી જ નજદીક છે.
❖ આસમાનમાં એક સાથે બે - ત્રણ સૂરજનું દેખાવું કયામતની સૌથી મોટી નિશાની છે.
❖ હવે તૌબાના દરવાજા બંધ થઈ જશે.
શુદ્ધિકરણ :-
     સૌથી પહેલી વાત કે આસમાનમાં બે - ત્રણ સૂરજનું દ્રશ્ય વિષે વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ નું કહેવું છે કે આ દ્રશ્ય આપણી આંખોનો ધોકો હોય છે. જેને સામાન્ય પરિભાષામાં " સન્ ડોગ " ( Sun dog) કહેવામાં આવે છે. જે સૂરજની આજુબાજુ બનેલા અજવાળાનું ગોળાકાર હોય છે. વાસ્તવમાં એવું કંઈ પણ હોતું નથી.
      અને જ્યાં સુધી વાત છે કે એકથી વધુ સૂરજનું દેખાવું કયામતની નિશાની છે તો આ વાત બેબુનિયાદ મનઘડત અને બિલકુલ ખોટી છે. કેમકે હદીષમાં સૂરજનું પશ્ચિમમાં ઊગવું કયામતની નિશાની બતાવી છે. ન કે એકથી વધુ સૂરજનું દેખાવું. હદીષમાં આવે છે કે :
لَا تَقُومُ السَّاعَةُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا ، فَإِذَا رَآهَا النَّاسُ آمَنَ مَنْ عَلَيْهَا ، فَذَاكَ حِينَ لَا يَنْفَعُ نَفْسًا إِيمَانُهَا ، لَمْ تَكُنْ آمَنَتْ مِنْ قَبْلُ
(બુખારી શરીફ : હ.નં. ૪૬૩૫)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂરજ પશ્ચિમથી ન ઊગે. જ્યારે લોકો આ દ્રશ્ય જોશે ત્યારે તેઓ ઈમાન કબૂલ કરવા લાગશે. પરંતુ જેઓ પહેલેથી ઈમાન ન રાખતા હતા તેઓનું ઈમાન લાવવું તેમને નફો નહીં આપે. ( કબૂલ નહીં ગણાય).
     તે માટે કોઈ પણ અદભૂત વાતને કયામતની નિશાની સમજવી જેનો હદીષોમાં કોઈ ઉલ્લેખ ન હોય બેવકૂફીને પાત્ર અને ગુનાહિત કૃત્ય છે.
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)