લોકોમાં જ્યારે પણ પડદા વિષે ચર્ચા વિચારણા થાય છે તો આ વિષયમાં એક પ્રચલિત વાક્ય ખૂબ જ સાંભળવામાં આવે છે. કે :
❖ પડદો અસલ દિલનો હોવો જોઈએ. ચહેરો છૂપાવવો જરૂરી નથી.
❖ અમે શું કામ પડદો કરીએ. પુરુષોને કહો પોતાની નજરો નીચી રાખે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાક્ય સાંભળવામાં તો ઘણું સરસ લાગે છે. પરંતુ આ વાક્ય લોકોને પડદા વિષે ગુમરાહ કરવાનો સરળ ઉપાય અને શયતાની દાવ તેમજ કાવતરું છે.
બેશક દિલનો પડદો પણ જરૂરી છે. પરંતુ દિલ સૌથી વધારે પ્રભાવિત ચહેરાને જોઈને જ થાય છે. તે જ માટે શરીયતમાં ચહેરો છૂપાવવાનો પણ આદેશ છે. કુર્આનમાં અલ્લાહ તઆલાનો ઈરશાદ છે કે :
“ હે નબી તમે તમારી પત્નીઓ, બેટીઓ અને મુસલમાન સ્ત્રીઓને કહી દ્યો કે તેઓ પોતાની ચાદર ( મોઢા ઉપરથી ) ઓઢા કરે ”
અને જેવી રીતે સ્ત્રીઓને પડદાનો આદેશ છે એવી જ રીતે પુરુષોને પણ નજરોની હિફાઝતનો આદેશ છે. કુર્આનમાં અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છે કે :
“ ( હે મુહમ્મદ ) તમે મુસલમાનો ને કહી દ્યો કે તેઓ પોતાની નજરો નીચી રાખે અને પોતાના ગુપ્ત અંગોની હિફાઝત કરે ”
તે માટે એવું સમજવું કે પડદો તો ફક્ત દિલનો હોવો જોઈએ સહીહ નથી.
[એક ગલત સોચ]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59