તારાઓના પરિભ્રમણથી કિસ્મત જાણવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ માન્યતા પણ ખૂબ જ પ્રચલિત છે કે તારાઓનું પરિભ્રમણ માણસની કિસ્મત માટે અસરકારક હોય છે. તેમજ તેના વડે માણસની કિસ્મત પણ નિશ્ચિત થાય છે.
    અમુક લોકો તો આ વિષયમાં એટલા બધા સપડાય ગયા છે કે રોજ પેપર ( અખબાર ) માં છપાયેલ " આજનું ભવિષ્ય " શિર્ષક હેઠળ મેષ, વૃષભ, મિથુન, કર્ક વગેરેના વડે રોજ પોતાનું ભવિષ્ય જાણે છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાત કે તારાઓનું પરિભ્રમણ કિસમત માટે અસરકારક હોય છે બિલકુલ બેબુનિયાદ છે. ઈસ્લામ આવી બધી જ માન્યતાઓ થી મુક્ત છે. શરીયતમાં આવું કંઈક પણ નથી. બલ્કે આવી માન્યતા ધરાવતા વ્યક્તિએ પોતાના ઈમાનની ફિકર કરવી જોઈએ. અને ખૂબ જ તૌબા કરવી જોઈએ.
★ તકદીર વિષે હદીષમાં આવે છે કે :
     “ હુઝૂર ﷺ ફરમાવે છે કે જ્યારે બાળક તેની માતાના પેટમાં હોય છે ત્યારે જ અલ્લાહ તઆલા તેના વિષે ૪ ફેસલા ફરીશ્તા પાસે લખાવે છે. ① તેનો અમલ. ② તેની રોજી. ③ તેની મુદ્દત ( ઉમર ) ④ અને તેનું નેક હોવું અથવા ખરાબ હોવું.”
(બુ઼ખારી શરીફ : ૩૨૦૮)
★ એવી જ રીતે એક હદીષમાં ભવિષ્યવાણી જાણવા બાબત હદીષમાં આવે છે કે :
     “ હુઝૂર ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિ પોતાની પત્ની સાથે માસિકના દિવસોમાં હમબિસ્તરી કરે અથવા પોતાની પત્ની સાથે પાછળના ભાગે સંભોગ કરે અથવા કોઈ જ્યોતિષ પાસે જાય અને તેણે આપેલી ખબરને સચોટ સમજે તો તે વ્યક્તિએ તે વસ્તુનો (શરિયતનો) ઈન્કાર કર્યો જે મુહમ્મદ ﷺ પર ઉતારવામાં આવી છે.”
(ઈબ્ને માજા : ૬૩૯)
     તે માટે તકદીર વિષે ખોટી માન્યતાઓ થી ખૂબ જ બચવાની જરૂર છે.
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)