લોકોમાં આ વાત પણ હદીષના નામે ખૂબ જ પ્રચલિત છે કે જે આલીમ અથવા દાઈ ( દીનની દાઅ્વત આપનાર ) જે કબ્રસ્તાન પાસેથી પસાર થાય છે તે કબ્રસ્તાનના મુર્દાઓ પરથી ૪૦ દિવસ માટે અઝાબ ઉઠાવી લેવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત દાઈ વિષે તો કિતાબોમાં તલાશ કરવા છતાંય ન મળી. અને આલીમ વિષે આ વાત અલ્લામહ્ સઅ્દુદ્દીન તફતાઝાનીؒએ લખેલ છે. પરંતુ અલ્લામહ્ સુયુતીؒ, હાફિઝ ઈબ્ને હજરؒ, મુલ્લા અલી કારીؒ વગેરે મુહદ્દીષીને ઉપરોક્ત અલ્લામહ્ સઅ્દુદ્દીન તફતાઝાનીؒની વાતને પણ બેબુનિયાદ ગણાવી છે.
તે માટે ઉપરોક્ત હદીષના નામે જે વાત પ્રચલિત છે તેની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરી બયાન કરવી દુરુસ્ત નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૪૨૨]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59