લોકોમાં આ વાત પણ ખૂબ જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કામમાં નુકસાન થાય છે. તો તરત તેનો દોષ બીજા પર ઠાલવતા કહેવા માંડે છે કે “ આજે સવાર સવારમાં ફુલાણા વ્યક્તિને તેમજ તેના ચહેરાને જોવાના કારણે આ નુકસાન થયું છે. અથવા તેનું મોઢું જોયું તે માટે આખો દિવસ ખરાબ પસાર થયો. ”
શુદ્ધિકરણ :-
ઈસ્લામ એક એવો દીન છે જેણે ન માત્ર અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ પર પાબંદી લગાવી બલ્કે તેણે પોતાની તાલીમ દ્વારા આ વસ્તુઓનો પહેલેથી બહિષ્કાર કર્યો છે.
તે છતાંય મુસ્લિમ સમાજનું અંધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓમાં સંડોવણીનું જ્યાં એક કારણ એવા લોકોની સાથે રહન - સહનથી પ્રભાવિત થવું છે જેઓનો ધર્મ જ અંધશ્રદ્ધાઓ પર નિર્ભર છે. ત્યાં જ બીજુ કારણ ઈસ્લામી તાલીમથી વંચિત હોવું પણ છે.
ઉપરોક્ત વાત પણ અંધશ્રદ્ધા અને ખોટી માન્યતા પર આધારિત છે. કુર્આનમાં અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છે કે :
“ આ ધરતી ઉપર કે તમારા ઉપર કોઈ એવી આફત નથી આવતી જે આફત આવતા પહેલાં અમેં તેને એક કિતાબમાં લખી ન લીધું હોય ” [સૂરહ હદીદ]
★ એવી જ રીતે હદીષમાં આવે છે કે :
હઝરત અબૂ હુરૈરહ્ؓ રસુલુલ્લાહ ﷺ ની વાત બયાન કરે છે કે રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું :- એક રોગનું બીજાને લાગવાની કોઈ હકીકત નથી અને કોઈ પણ વસ્તુ અને ઘુવડ પ્રત્યે અપશુકનની કોઈ હકીકત નથી. [સહીહ મુસ્લિમ]
તે માટે આવી ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ થી ખૂબ જ દૂર રહેવાની જરૂરત છે.
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59