લોકોમાં આ વાત પણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મુસીબત, પરેશાની તેમજ બિમારી વગેરેમાં સપડાય છે તો મોતની તમન્ના કરે છે. અને અલ્લાહ તઆલા પાસે મોતની દુવા કરે છે.
શુદ્ધિકરણ :-
મુસીબત તેમજ બિમારી નસીબનો જ એક હિસ્સો છે જેના પર સબર કરવો જોઈએ. જેના દ્વારા તેની નેકીઓમાં વધારો અને આખિરતમાં દરજ્જો બુલંદ થાય છે. જેમ કે હદીષમાં આવે છે કે :
“ જે કોઈ પણ મુસલમાન કોઈ મુસીબત કે બિમારીમાં સપડાય છે તો અલ્લાહ તઆલા તેના ગુનાહ એવી રીતે મીટાવી દે છે જેવી રીતે ઝાડ પોતાના પાંદડા ખંખેરી નાખે છે ”
(બુખારી શરીફ : ૫૬૬૦)
અને શરઈ દ્વષ્ટિએ પણ મોતની તમન્ના કરવી જાઈઝ નથી. હદીષમાં આવે છે કે :
“ કોઈ પણ વ્યક્તિ મુસીબત પગોંચવાના લીધે મોતની તમન્ના ન કરવી જોઈએ. અને જો તેણે કરવી જ હોય તો આ રીતે કરે હે અલ્લાહ મારા માટે જીવીત રહેવામાં ભલાઈ છે તો મને જીવીત રાખ. અને અને જો મૃત્યુમાં ભલાઈ છે તો મૃત્યુ અર્પણ કર ”
(બુખારી શરીફ : ૩૭૦૦)
એવી જ રીતે એક બીજી હદીષમાં આવે છે કે :
“ કોઈએ પણ મોતની તમન્ના ન કરવી જોઈએ. જો તે નેક હશે તો કદાચ તેની નેકીમાં વધારો થાય. અને ગુનેહગાર હશે તો કદાચ તૌબાની તૌફીક મળી જાય ”
(બુખારી શરીફ : ૫૬૭૧)
તે માટે અલ્લાહ તઆલાના દરેક ફેસલા પર ખૂશ રહેવું જોઈએ અને સબર અને દુવાથી કામ લેવું જોઈએ.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૬ / ૩૧૫]
--------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59