હઝરત ઉવૈસ કરનીؒ ના પોતાના દાંત તોડવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
     લોકોમાં હઝરત ઉવૈસ કરનીؒ વિષે આ કિસ્સો પણ ખૂબ જ પ્રચલિત છે કે હઝરત ઉવૈસ કરનીؒ  ને જ્યારે ખબર પડી કે રસુલુલ્લાહ ﷺ ના ઉહદની લડાઈમાં બે દાંત મુબારક શહીદ થઈ ગયા છે. પરંતુ એવી ખબર ન હતી કે ક્યા દાંત મુબારક શહીદ થયા છે. તો હઝરત ઉવૈસ કરનીؒ એ રસુલુલ્લાહ ﷺ ની મુહબ્બતમાં પોતાના બધા જ દાંત તોડી નાખ્યા.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત કિસ્સો હઝરત ઉવૈસ કરનીؒ વિષે પ્રચલિત છે તે દુરુસ્ત નથી. સૌથી પહેલા આ કિસ્સો " તઝ઼કિરતુ'લ્ અવલિયા " નામી કિતાબમાં સનદ વગર લખવામાં આવ્યો. ત્યાર પછી બીજા અમુક લોકોએ પણ આ કિસ્સાને પોતાની કિતાબોમાં જગ્યા આપી.
     મુલ્લા અલી બિન સુલતાન કારીؒ એ લખ્યું છે કે આ જે કિસ્સો લોકોમાં પ્રચલિત થઈ ગયો છે ઉલમાના નજદીક આ કિસ્સો બેબુનિયાદ છે.
     તે માટે ઉપરોક્ત કિસ્સાને બયાન કરવો તેમજ શેયર કરવો દુરુસ્ત નથી.
[ફતાવા બિન્નોરી ટાઉન & કિતાબુ'ન્ નવાઝિલ : ૨ / ૫૫૭]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)