લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે મૃત્યુ પામનાર લોકોની રૂહ ખાસ દિવસોમાં ( દા.ત. ગુરૂવાર, શબે બરાત, વગેરે ) પોતાના ઘરોમાં આવે છે. અને એવું જોવે છે કે કોણ કોણ મારા માટે મગફિરતની દુવા કરે છે.
જેથી લોકો પણ ગુરૂવારે અગરબત્તી સળગાવવાની તેમજ કંઈક ખાવાની વસ્તુઓ વહેંચવાની પાબંદી કરે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાતનો અકીદો રાખવો કે મૃત્યુ પામનાર લોકોની રૂહો ખાસ દિવસોમાં પોતાને ઘરે આવે છે દુરુસ્ત નથી. કેમ કે મૃત્યુ પામનારની રૂહ નેઅમતોમાં છે તો ત્યાંની નેઅમતોની તુલનામાં તેને દુન્યવી નેઅમતોની શું જરૂરત છે...? અને અઝાબમાં છે તો તેને ફરીશ્તા શા માટે ત્યાથી આવવા દે...? (અશરફુ'લ્ જવાબ)
તેથી રૂહોનું ઘરોમાં આવવાનો અકીદો રાખવો જાઈઝ નથી.
[અગ્લાતુ'લ્ અવામ]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59