અલ્લાહ તઆલા માટે ખુદા શબ્દના વપરાશ વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ પ્રચલિત છે કે અલ્લાહ તઆલા માટે ખુદા શબ્દનો વપરાશ જાઈઝ નથી. કેમ કે આ શબ્દ પારસી અને મુર્તિપૂજકો પોતાના દેવતા માટે વાપરે છે. અને ખુદા શબ્દમાં અનેક ખુદાઓનો સંભવ રહે છે.
શુદ્ધિકરણ :-
     “ ખુદા ” શબ્દ ફારસી ભાષાનો શબ્દ છે, જેનો મતલબ છે “ એવી જાત કે જેનું અસ્તિત્વ અને વુજૂદ કોઈ બીજા ઉપર આધારિત અને અન્ય કોઈનું મોહતાજ ન હોય, બલ્કે તે જાતે - પોતે જ અસ્તિત્વમાં હોય અને તેનો વુજૂદ આવશ્યક હોય.
(ફરહંગે આસિફિય્યહ: ૧ / ૮૪૪)
     “ ખુદા ” શબ્દના ઉપરોક્ત ભાવાર્થથી આ વાત જાહેર છે કે આવી વિશિષ્ટતાવાળી જાત ફકત અને ફકત એક અલ્લાહ તઆલાની જ જાત છે. “ શર્હે અકાઈદ ” અને તેની શર્હમાં છે કે :
فان قیل کیف صح اطلاق الموجود والواجب والقدیم ونحو ذالک کلفظ خدا بالفارسیۃ مما یرد بہ الشرع قلنا بالاجماع ۔
(شرح عقائد مع نبراس)
તર્જુમો :- અગર કોઈ પ્રશ્ન કરે કે મૌજૂદ, વાજિબ, કદીમ અને તેની જેવા બીજા શબ્દો જેમ કે ખુદા જેવા શબ્દો કે જેનો ઉપયોગ અલ્લાહ તઆલા માટે શરીઅતથી સાબિત નથી તેવા શબ્દોનો ઉપયોગ અલ્લાહ તઆલા માટે કેવી રીતે સહીહ ગણાશે ? તો અમે જવાબમાં કહીશું કે ઈજમાએ ઉમ્મતની દલીલથી આ શબ્દોનો ઉપયોગ અલ્લાહ તઆલા માટે સહીહ છે.
નોંધ :- ઈજમાએ ઉમ્મતનો મતલબ : ઉમ્મતે મુહમ્મદીય્યહ્ ના માહીર, નિષ્ણાત અને પ્રખ્યાત ઉલમાનું કોઈ એક વાત પર સહમત થવાને ઈજમાએ ઉમ્મત કહેવામાં આવે છે.
    તે માટે અલ્લાહ તઆલા માટે ખુદા શબ્દનો વપરાશ બિલકુલ જાઈઝ છે.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૬૫]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)