જીન્નાતની મદદથી છૂપી વાતો જાણવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિના તાબે મુવક્કલ અથવા જીન્નાત હોય છે તે વ્યક્તિ તેમના મારફતે છૂપી, ગૈબી અને ચોરી થયેલ વસ્તુઓ ની જાણકારી મેળવે છે. અને તે જીન્નાત અથવા મુવક્કલ તેમને સાચી જાણકારી આપે છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાતનું યકીન રાખવું ગલત અને ખોટું છે. કુર્આન મજીદ તેમજ હદીષ શરીફના વિરુદ્ધ અકીદો છે.
      અલ્લામા ઈબ્ને આબિદીન શામી રહ. એ “ સુનને અર્બઅહ ” ના હવાલાથી હઝરત અબૂ હૂરયરહ્ؓ થી રસુલુલ્લાહ ﷺ નું એક ફરમાન નકલ કર્યું છે :
عَنْ اَبِیْ ھُرَیْرَۃَ عَنِ النَّبِیِّ ‌ﷺ قَالَ : مَنْ أَتٰی کَاھِنًا أَوْ عَرَّافًا فَصَدَّقَہ بِمَا یَقُوْلُ فَقَدْ کَفَرَ بِمَا أُنْزِلَ عَلٰی مُحَمَّدٍ ‌ﷺ۔
(مسند احمد: ۹۵۳۲)
તર્જુમો :- જે માણસ કાહિન અથવા અર્રાફ પાસે જાય અને તેની વાતને સત્ય માને તો તેણે હઝરત મુહમ્મદ ﷺ ની ઉપર ઉતરેલી વહીનો ઈન્કાર કરેલો કહેવાય. 
★કાહિન :- ભવિષ્યમાં થનારી વાતો બતાવે અને છૂપી વાતો જાણવાનો દાવો કરે. 
★અર્રાફ :- ચોરાયેલી અને ખોવાયેલી જેવી છૂપી વસ્તુઓ નું સ્થળ બતાવે.
     અલ્લામા આગળ ફતાવા તાતારખાનિયહથી નકલ કરે છે કે “ જે માણસ એમ કહે કે હું ચોરાયેલી વસ્તુઓ જાણું છું અથવા હું મુવક્કલના મારફતે બતાવું છું તો તેના કુફ્રનો હુકમ લગાવવામાં આવશે. ”
(શામી : ૩ / ૨૯૭)
     તે માટે ઉપરોક્ત તરીકાથી ચોરી વગેરે છૂપી વાતોની તલાશ કરવી અને તેનો અકીદો રાખવો જાઈઝ નથી.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૩૨૬]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)