સોશિયલ મીડિયા પર મુહમ્મદ નામ રાખવાની બરકત અને ફઝીલત વિષે અજીબો ગરીબ હદીષો પરિભ્રમણ થઈ રહી છે. અને તેની તહકીક વગર તેને ખૂબ શેયર કરવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
હઝરાતે મુહદ્દીષીનું કહેવું છે કે મુહમ્મદ નામ રાખવાની જેટલી પણ હદીષો પ્રચલિત છે તે બધી મનઘડત અને બેબુનિયાદ છે.
→ હાફિઝ ઈબ્નુ'લ્ જવ્ઝીؒ કહે છે કે :
وقد روي في هذا الباب أحادیث، لیس فیها ما یصح
આ વિષે જેટલી પણ હદીષો બયાન કરવામાં આવે છે તેમાની એક પણ દુરુસ્ત નથી.
→ હાફિઝ ઝ઼હબીؒ લખે છે કે :
وهذه أحادیث مکذوبةٌ
આ બધી હદીષો જુઠી છે.
→ હાફિઝ ઈબ્ને કય્યીમؒ લખે છે કે :
وفي ذلك جزءٌ ، کله کذب
આ વિષે આખો એક રીસાલો છે જે પૂરેપૂરો જુઠો છે.
તેથી આ પ્રકારની કોઈ પણ વાત બયાન તથા શેયર કરવામાં સાવચેતી અપનાવવી જોઈએ.
[માખૂઝ અઝ્ : અહાદીષે મશ્હૂરહ્ કી તહકીક, શેખ મુહમ્મદ તલ્હા બિલાલ અહમદ મનિયાર હફિઝહુ'લ્લૉહ]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59