કુર્આનમાંથી નિકળતા વાળને રસુલુલ્લાહ ﷺ ના વાળ સમજવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે કુર્આનમાંથી જે વાળ મળે છે તે વાસ્તવમાં રસુલુલ્લાહ ﷺ ના વાળ હોય છે.
શુદ્ધિકરણ :-
     જે વસ્તુ ખરેખર હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ન હોય એવી બેસનદ વસ્તુની નિસબત આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ કરવી ઘણો મોટો ગુન્હો છે અને તેવી ગલત અને મનઘડત વસ્તુને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની માનવી અને તેને બરકતરૂપ સમજવી સખત ગુમરાહી અને હરામ છે.
    જાહેર વાત છે કે કુર્આન મજીદમાં મળતા વાળ વિશે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના વાળ હોવાની કોઈ સનદ અને કોઈ જ આધાર નથી અને કુર્આનમાં વાળોનું મળી આવવું કોઈ જ આશ્ચર્યની વાત નથી. એવા બિન સનદી અને આધારહીન વાળોની ખરી હકીકત તો આ પ્રમાણે છે. જેમ કે હઝરત મૌલાના મુફતી સય્યિદ અબ્દુર્રહીમ લાજપૂરી સાહબ (દા.બ.) લખે છે કે :
      “ માથાના, ભવાંના, મૂછોના, દાઢી અને શરીરના હઝારો લાખો વાળોમાંથી ખબર નહિ રોજ કેટલા વાળ ખરે, તૂટે છે, મૂંડાવવા અને કતરાવવામાં આવે છે, તે હવામાં ઊડીને આમતેમ ઘૂસી જાય છે. કુર્આન શરીફો જે વર્ષોથી પઢાય છે અને કલાકો ખુલ્લા રહે છે, ઘરમાં પડેલા વાળ હવાથી ઊડીને અને પઢવાવાળાઓના માથા, દાઢી ના વાળ ખંજવાળવાથી તૂટીને તેમાં પડે છે અને વર્ષો સુધી પાનાઓની થપ્પીમાં દબાયેલા રહે છે માટે જો ઢુંઢવા પછી કોઈ બાલ (અમુક કુર્આનોમાંથી) મળી જાય તો એમાં આશ્ચર્યની શું વાત છે બલ્કે વપરાશમાં આવેલા કુર્આનોમાંથી વાળ ન નીકળવા આશ્ચર્યજનક છે.”
(“ફતાવા રહીમિય્યહ” ઉર્દૂ ભા. ૧)
    માટે જો આજે પણ કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ પાસે સહીહ સનદથી અને આધારભૂત રીતે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના બાલ મુબારક હોવું સાબિત થાય અને માલૂમ પડે તો તેવા બાલ મુબારકને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના બાલ મુબારક માનવા જોઈએ અને કોઈ તારીખ, વાર નકકી કર્યા અને સમજયા વગર અને મેળા સમારંભની સામુહિક શકલ બનાવ્યા વગર વ્યકિતગત રીતે તેવા વિશ્વાસપાત્ર સનદી બાલ મુબારકની ઝિયારત કરવી અને તેનાથી બરકત હાસિલ કરવી વિના સંકોચે જાઈઝ અને સવાબ પાત્ર છે.
(“અશરફુલ જવાબ”ભાગ:ર)
    તે માટે આવી બેસનદ, મનઘડત અને જહાલત ભરી પ્રવૃત્તિને પોતાનો વિષય બનાવવો એ એક મહાન શૈતાની ધોકો છે અને કુર્આન મજીદની બેકદરી અને દુનિયા આખિરતની બરબાદી છે.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૧૪૯]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)