હદીષના નામે એક વાત લોકોમાં ઘણી પ્રચલિત છે કે કોઈક ના ઘરે જ્યારે છોકરો પેદા થાય છે તો અલ્લાહ તઆલા કહે છે કે “ તુ દુનિયામાં જા અને તારા પિતાની મદદ કર ” અને છોકરી પેદા થાય છે તો અલ્લાહ તઆલા કહે છે કે “ જા તુ દુનિયામાં હું તારા પિતાની મદદ કરીશ. ”
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત પણ મનઘડત અને બેબુનિયાદ વાતોમાં થી છે. આવી કોઈ પણ વાત હદીષની કિતાબોમાં લખેલી મળતી નથી.
نُقل : إن الله يَنفُخُ في الولد فيقول له : اذهب فأنتَ عَون لأبيك، وينفُخ في البنت فيقول لها : اذهبي وأنا عونٌ لأبيك۔
قال ابو معاویة البيروتي : يُذكَر عند ولادة البنت، ولا أصل له.
તેથી ઉપરોક્ત વાતને બયાન કરવી દુરુસ્ત નથી.
નોંધ :- ફેસબુક તથા વૉટ્સઍપ સ્ટેટસ વગેરે પણ આ વાત ખૂબ જ શેયર થઈ રહી છે. તે માટે આવી બેબુનિયાદ વાતોથી ખૂબ જ બચવાની જરૂરત છે.
[માખૂઝ અઝ્ : અહાદીષે મશ્હૂરહ્ કી તહકીક, શેખ મુહમ્મદ તલ્હા બિલાલ અહમદ મનિયાર હફિઝહુ'લ્લૉહ]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59