ત્રિકોણાકાર દુકાન વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે ત્રિકોણ આકારની દુકાનને અપશુકન જાણે છે. અને આવી દુકાનમાં ધંધો - વેપાર પણ બરાબર ચાલતો નથી.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત માન્યતા મુજબ કે ત્રિકોણ આકારની દુકાનને અપશુકન સમજવું અને એવી દુકાનમાં ધંધો - વેપાર બરાબર નથી ચાલતો સમજવું બેબુનિયાદ, મનઘડત અને તદ્દન ખોટું છે. શરીઅતમાં કુર્આન, હદીષ અને બુઝુર્ગાને દીનના કથનથી એવું કંઈક પણ સાબિત નથી.
    દુકાનના ધંધાની બરકતમાં દુકાનના આકારને કોઈ દખલ નથી. બલ્કે બરકતનો આધાર શરીઅતના મસાઈલ મુજબ ધંધો કરવામાં છે. જાઈઝ વસ્તુઓ નો વેપાર કરવામાં, સત્ય બોલી વેપાર કરવામાં, માપ તોલમાં દગા ફટકાથી બચવામાં, માલ સામાનની ખોડ ખાપણ જાહેર કરી દેવામાં ધંધાની બરકત છે.
    ગલત અને ના જાઈઝ વસ્તુઓ નો ધંધો કરવામાં અને શરીઅતના નક્કી કરેલા તરીકા વિરુદ્ધ ધંધો કરવામાં બેબરકતી થાય છે.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૪૧૫]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)