લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે નમાઝ પઢનાર વ્યક્તિ સામેથી પસાર થવાથી નમાઝ પઢનાર વ્યક્તિની નમાઝ તૂટી જાય છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત કે નમાઝ પઢનાર સામેથી પસાર થવાથી નમાઝ તૂટી જાય છે દુરુસ્ત નથી. પરંતુ એનો મતલબ આ પણ નથી કે નમાઝ પઢનાર સામેથી પસાર થવામાં વાંધો નથી. બલ્કે હદીષમાં પસાર થનાર વિષે મોટી મોટી વઈદો (ધમકીઓ) આવી છે જે નિમ્ન લિખિત છે.
قَالَ رَسُولُ اللَّهِ ﷺ : لَوْ يَعْلَمُ الْمَارُّ بَيْنَ يَدَيِ الْمُصَلِّي مَاذَا عَلَيْهِ ، لَكَانَ أَنْ يَقِفَ أَرْبَعِينَ خَيْرًا لَهُ مِنْ أَنْ يَمُرَّ بَيْنَ يَدَيْهِ۔
(رواه البخاري)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ નું ફરમાન છે કે નમાઝ પઢનાર સામેથી પસાર થનાર વ્યક્તિ આ વાત જાણી લે કે નમાઝી સામેથી પસાર થવાનો કેટલો મોટો ગુન્હો છે તો તે પસાર થવાના બદલે ચાલીસ ( ૪૦ વર્ષ ) ત્યાં જ ઉભા રહેવાનું પસંદ કરે.
وَعَنْ كَعْبِ الْأَحْبَارِ قَالَ: لَوْ يَعْلَمُ الْمَارُّ بَيْنَ يَدَيِ الْمُصَلِّي مَاذَا عَلَيْهِ لَكَانَ أَنْ يُخْسَفَ بِهِ خَيْرًا مِنْ أَنْ يَمُرَّ بَيْنَ يَدَيْهِ. وَفِي رِوَايَةٍ: أَهْوَنَ عَلَيْهِ.
(رَوَاهُ مَالِكٌ)
તર્જુમો :- કઅ્બે અહબારؒ ફરમાવે છે કે પસાર થનાર જાણી લે કે નમાઝી સામેથી પસાર થવાનો શું ગુન્હો છે તો તે વ્યક્તિ પસાર થવાને બદલે પોતાને જમીનમાં ધસવાને આસાન સમજે.
તે માટે નમાઝ પઢનારાઓ નો ખ્યાલ રાખવો જોઈએ અને સામેથી પસાર થવાથી બચવું જોઈએ. પરંતુ કોઈકના પસાર થવાથી નમાઝ તૂટશે નહીં.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ & જામીઆ બિન્નોરી ટાઉન]
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59