ફળો વગેરે ખરીદતાં પહેલા તેને ચાખવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ઘણી જોવામાં આવે છે કે જ્યારે કોઈ ખાવાની વસ્તુ ફળો વગેરે ખરીદે છે તો પહેલા તેને ચાખે છે. અને તેને સંપૂર્ણપણે જાઈઝ સમજવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત મસ્અલહ્ સંપૂર્ણપણે આ રીતે નથી બલ્કે ખરીદારીના ત્રણ પ્રકાર છે જે નિમ્ન લિખિત છે.
(૧) ખરીદવાનો કોઈ ઈરાદો ન હોય. બલ્કે ખરીદવાના નામ પર એમજ ચાખે.
હુક્મ :- મનાઈ અને મકરૂહ છે. નુકસાનનો બદલો આપવો પડશે.
(૨) ખરીદવાનો પાક્કો ઈરાદો હતો. ચાખ્યા પછી તે વસ્તુ સારી પણ લાગી. પરંતુ ખરીદવાનો ઈરાદો બદલાઈ ગયો.
હુક્મ :- નુકસાનનો બદલો આપવો અથવા માલિક પાસે માંફી માંગવી.
(૩) ખરીદવાનો ઈરાદો હતો પરંતુ ચાખ્યા પછી પસંદ ન આવી.
હુક્મ :- કોઈ વાંધો નથી.
[મુહક્કક વ મુદલ્લલ જદીદ મસાઈલ : ૧ / ૨૮૦]
-----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)