લોકોમાં એક રીવાયત ખૂબ જ પ્રચલિત છે કે :
“ બધા લોકોમાં બેહતર અને ધરતીની પીઠ પર ચાલવાવાળા લોકોમાં શ્રેષ્ઠ (બાળકોને દીની તાલીમ આપતા) અસાતિઝએ કિરામ છે, જ્યારે જ્યારે દીનમાં બગાડ પેદા થાય છે, ત્યારે તેઓ તેમાં તજદીદ (ઇસ્લાહ અને સુધારણાનું કામ) કરે છે, એમને (કંઈક) આપતા રહો, અને એમને મજૂર ન બનાવે, કે જેથી તેઓ પરેશાન થઈ જાય, કારણકે જ્યારે ઉસ્તાદ બાળકને કહે છે કે, બિસ્મિલ્લાહિ ર્રહમાનિ ર્રહીમ પઢ, અને જ્યારે બાળક બિસ્મિલ્લાહિ ર્રહમાનિ ર્રહીમ પઢે છે, તો અલ્લાહ પાક (ત્રણ લોકો) બાળક, ઉસ્તાદ અને એના વાલિદૈન (માં-બાપ) માટે (જહન્નમની) આગથી આઝાદી લખી આપે છે.” (મગફિરતનો ફેસલો કરે છે.)
શુદ્ધિકરણ :-
હદીષશાસ્ત્રીઓ નો મત :-
▪️શૈખ ઇરફાન અશ્શા તફસીરે કુરતુબીના હાશિયામા લખે છે : આ રિવાયત મનઘડત છે. (અલ-જામિઅ લિ-અહકામી'લ્ કુર્આન : ૧ / ૩૧૬)
▪️અલી બિન મુહમ્મદ "ઇબ્ને અર્રાક" ફરમાવે છે: આ રિવાયત ની સનદમાં એક રાવી જુવૈબારી છે. (જે આધારભૂત નથી.) (તનઝીહુશ્ શરીઅતિલ્ મરફૂઆ: પેજ: ૨૫૨, રિવાયત: ૬)
▪️અલ્લામા સુયૂતી રહ. લખે છે: આ રિવાયત ઘડનાર જુવૈબારી નામના રાવી છે. (અને આ રિવાયત મનઘડત છે.) (અલ્ લઆલિઉલ્ મસ્નૂઆ: ૧૯૮/૧)
▪️અલ્લામા શવકાની રહ. લખે છે: આ રિવાયત મનઘડત અને ઉપજાવી કાઢેલ છે. (અલ્ ફવાઇદુલ્ મજમૂઆ: ૨૭૬, રિવાયત: ૧૪)
હુકમ :-
આ રિવાયત મનઘડત અને ઉપજાવી કાઢેલ છે, જેથી આ રિવાયત વર્ણન કરવાથી દરેકએ બચવું જોઈએ, અને એના બદલે કુરઆનની તાલીમની ફઝીલતો વિષે જે બીજી સહીહ હદીષો; હદીષની કિતાબો માં વર્ણન કરવામાં આવી હોય તે જ રજૂ કરવી જોઈએ, જેમકે ઇબ્ને માજહ્ રહ. એ આ વિશે એક પ્રકરણ લખ્યું છે, અને એમાં ૯ રિવાયતો વર્ણન કરી છે.
હદીષની અન્ય મોતબર અને ભરોસાપાત્ર કિતાબો માં પણ રિવાયતો મળી શકે છે, એને લોકો સમક્ષ રજુ કરવી જોઈએ.
સહીહ રિવાયતો :-
મુસ્નદે અહમદ માં પણ કુરઆન શરીફની તાલીમ વિશે ઘણી રિવાયતો છે, જેમાંથી એક રિવાયત નીચે વર્ણન કરૂં છું :
હઝરત અબૂ ઉમામા રદી. રિવાયત વર્ણન કરે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ફરમાવે છે : કુરઆન શરીફની તાલીમ પ્રાપ્ત કરો, કારણ કે તે કિયામતના દિવસે શિફારિશ કરશે, સૂરએ બકરહ અને સૂરએ આલિ ઇમરાન પણ શીખો, ઝહરાવૈન (ઉપરોક્ત બે સૂરતો) શીખો. (મુસ્નદે અહમદ: હદીષ નંબર: ૨૨૦૫૭, પેજ: ૨૨૦, ભાગ: ૧૬, દારૂલ્ હદીષ અલ્ કાહિરા)
નોંધ :- જો કોઈ બાળકની કોઈ ખાસ સ્થિતિમાં, કોઈ ખાસ કૈફિયત, હાલત અને બીજી અમૂક ખાસ બાબતોને લીધે અલ્લાહ પાક તે બાળક માટે તેમજ તેના માં-બાપ માટે મગફિરતનો અથવા અન્ય કોઈ ફેસલો ફરમાવે, તો તેને તે બાળક ની ખાસ બાબત ગણવામાં આવશે, તેનાથી સામાન્ય અને સર્વે ને લાગુ પડતો હુકમ લગાડવા મા નહીં આવે.
લેખક :- મુફ્તી અ.રશીદ સાહબ મનુબરી સાહબ દા.બ.
-----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59