લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે વુઝૂ કર્યા પછી મોઢું તથા હાથ નુછવા નહીં. કેમકે... વુઝૂ કર્યા પછી પાણીના જે ટીપાં નમાઝ પઢવાની જગ્યાએ પડે છે તેનાથી ગુનાહ માફ થાય છે. અને નુછી લેવામાં આ ફઝીલત નહીં મળે.
શુદ્ધિકરણ :-
વુઝૂ કર્યા પછી મોઢું તથા હાથ નુછવામાં શરઈ રીતે કોઈ મનાઈ નથી. બલ્કે આ અમલ તો રસુલુલ્લાહﷺ થી પણ સાબિત છે.
عن عائشة رضي الله عنها قالت : كانت لرسول اللّٰه ﷺ خرقة ينشف بها بعد الوضوء
(ترمذي... ١٨/١)
અને જ્યાં સુધી વાત છે તે પાણીથી ગુનાહોની માફીની તો તે ગુનાહ તો તે જ પાણીથી માફ થઈ જાય છે જે વુઝૂ કરતી વખતે બદનથી અલગ થઈને મોળીમાં વહી જાય છે.
[દીનકી બાતેં ઔર ઉનકા હલ : સફા ૬૪]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59