વુઝૂ કર્યા પછી આસમાન તરફ જોઈને શહાદતની આંગળી આસમાન તરફ ઉચી કરવા વિષે

Ml Fayyaz Patel
0
     ઘણી વખત આ વસ્તુ જોવામાં આવે છે કે ઘણા લોકો વુઝૂ કર્યા પછી કલીમએ શહાદત પઢતી વખતે આસમાન તરફ જોઈને શહાદતની આંગળી આસમાન તરફ ઉચી કરે છે.
શુદ્ધિકરણ :-
     વુઝૂ કર્યા પછી કલીમએ શહાદત તથા વુઝૂની દુવા પઢવી સહીહ હદીષથી સાબિત છે.
     પરંતુ આંગળી તથા નજર આસમાન તરફ ઉઠાવવી સહીહ હદીષથી સાબિત નથી. માત્ર " અબૂ દાઉદ અને મુસ્નદે અહમદ " ની એક હદીષમાં આ વાતનો ઉલ્લેખ છે. પરંતુ તે રીવાયતને બયાન કરનાર એક રાવી પર મુહદ્દિષીને મજ્હુલ (અંજાણ વ્યક્તિ) હોવાનો હુકમ લગાવ્યો છે.
       તે માટે કિબ્લા તરફ ફરીને દુવા પઢવી શ્રેષ્ઠ અને ઉત્તમ રહેશે.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૧ / ૨૪]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)