ઈજાઝત વગર ફોન રેકોર્ડ કરવા વિષે

Ml Fayyaz Patel
0
   આ વાત પણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે કે અમુક લોકો કોઈ બીજાને ફોન કરતી વખતે સામેવાળી વ્યક્તિની ઈજાઝત વગર કરેલી વાતોનું રેકોર્ડિંગ કરતા હોય છે અથવા ઈજાઝત વગર બીજાઓને સંભળાવવા લાઉડસ્પીકર ઑન કરતા હોય છે. જે પાછળથી મોટા ફિત્નાનું કારણ બને છે.
શુદ્ધિકરણ :-
ઈજાઝત વગર ફોનકૉલ રેકોર્ડ કરવો અથવા બીજાઓને સંભળાવવા લાઉડસ્પીકર ઑન કરવું ઈજાઝત વગર દુરુસ્ત નથી, કેમ કે શું ખબર સામેવાળી વ્યક્તિ તે વાતોને વ્યક્તિગત રાખવા ઈચ્છતો હોય અને આપણા તરફથી તે જાહેર થઈ જાય.
    અથવા અમુક વખત અમુક વાતોનું બેકગ્રાઉન્ડ સમજ્યા વગર માત્ર સાંભળેલી વાતોથી પણ ગલત સમજણો ઉભી થતી હોય છે, જે આગળ જતા ફિત્ના, લડાઇ, ઝઘડા અને સમાજમાં બુરાઈ ફેલવા વગેરેનું કારણ બને છે.
​➤ હદીષમાં આવે છે કે :
☜ قَالَ رَسُولُ اللّٰهِ ﷺ : لَا إِيمَانَ لِمَنْ لَا أَمَانَةَ لَهُ ۞
(મીશ્કાત : ૩૫)
જે વ્યક્તિમાં અમાનત નથી તેની પાસે ઈમાન નથી.
   તે માટે ઈજાઝત વગર ફોન રેકોર્ડ કરવો અથવા સામેવાળી વ્યક્તિને જાણ કર્યા વગર લાઉડસ્પીકર ઑન કરવું દુરુસ્ત નથી.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૧૦ / ૨૮૧]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)