ઈકામત વખતે હાથ બાંધવા અને આંગળી ઉઠાવવા વિષે

Ml Fayyaz Patel
0
   ઈકામત (નમાજ શરૂ કરવા માટે જે તકબીર કહેવામાં આવે છે તે) વખતે અમુક લોકોમાં બે આદત ખૂબ જ જોવામાં આવે છે.
➊ હાથ બાંધી ને ઊભા રહે છે.
➋ ઈકામત વખતે જ્યારે તશ્શહુદ પઢવામાં આવે છે ત્યારે આંગળી આસમાન તરફ ઉઠાવે છે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વણૅવેલ બન્ને વાતોનો હદીષ કે ફતાવાની કિતાબોમાં કોઈ જ ઉલ્લેખ મળતો નથી. જેથી તે ના તો સુન્નત છે, ના મુસ્તહબ છે અને ન અદબમાંથી છે. અને જે અમલનો કોઈ સબૂત ન હોય તેની આદત બનાવી લેવી તેમજ તેને પણ ઈબાદતનો હિસ્સો સમજવો દુરુસ્ત નથી.
    તે માટે ઈકામત વખતે હાથ બાંધવા અને તશહ્હુદમાં આંગળી ઉઠાવવામાં સાવચેત રહેવું જોઈએ.
[ઈસલાહે અગલાત : સીલસીલા નંબર / ૩૯૫]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)