૬ જગ્યા પર હસવાના ગુન્હા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   સોશિયલ મીડિયા પર આ વાત પણ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે કે " જે વ્યક્તિ નિમ્ન લિખિત ૬ જગ્યા પર હસે છે તો તેની ૪૦ વર્ષની ઈબાદત બેકાર થઈ જાય છે. ( એક બીજી પોસ્ટમાં આ પ્રમાણે છે કે ) ૬ જગ્યા પર હસવું ૨૫ વખત માતા સાથે વ્યભિચાર કરવા સમાન છે. "
➊ મસ્જીદમાં, ➋ કુર્આન પઢતી વખતે, ➌ અઝાન વખતે, ➍ ઉલમાની મજલીસમાં, ➎ કબ્રસ્તાનમાં, ➏ જનાઝા સાથે ચાલતી વખતે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત ઘણી તલાશ કર્યા પછી પણ કોઈ પણ જાતની હદીષમાં વર્ણવેલ મળતી નથી, અને જે વાત જ્યાં સુધી કોઈ ભરોસાપાત્ર સનદથી કિતાબોમાં ન મળે ત્યાં સુધી તે વાતને રસુલુલ્લાહ ﷺ ની તરફ સંબોધીને બયાન કરવી જાઈઝ નથી.
    હાં ! ઉપરોક્ત જે જગ્યાઓનો ઉલ્લેખ છે તે જગ્યાઓ અદબ અને વિવેકીને પાત્ર જગ્યાઓ હોવાને કારણે તે જગ્યાઓ પર હસવું બેઅદબી અને અવિવેકીને પાત્ર છે. અને હાં ! હસવું ઈબાદતની મજાક ઉડાવવાના હેતુસર હોય અથવા તે ઈબાદતને હલકી સમજવાના હેતુસર હોય તો આ હસવું માણસને કુફ્ર સુધી પહોંચાડી દે છે.
  الإستهزاء بأحكام الشرع كفر
(અ'લ ફતાવા અ'લ હિંદીય્યહ્ : ૨ / ૨૮૧)
શરીયતના હુક્મોની મજાક ઉડાવવી કુફ્ર છે.
  તે માટે આવી મજાક વગેરેથી બચવું જોઈએ, તેમજ ઉપરોક્ત વાતનો કોઈ સબૂત ન હોવાના કારણે તે વાતને બયાન તેમજ શેયર કરવી જાઈઝ નથી.
[ઈસલાહે અગ્લાત : સીલસીલા નં. ૪૪૩]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)