આ વાતમાં પણ લોકોમાં એક ગલત સમજણ જોવા મળે છે કે લોકો એવું સમજે છે કે મિસ્વાક કરવું માત્ર પુરુષો માટે સુન્નત છે, સ્ત્રીઓ માટે સુન્નત નથી.
શુદ્ધિકરણ :-
જેવી રીતે મિસ્વાક કરવું મર્દો માટે સુન્નત છે એવી જ રીતે સ્ત્રીઓ માટે પણ મિસ્વાક કરવું સુન્નત છે. હદીષમાં હઝરત આઈશાؓ થી મિસ્વાક કરવું સાબિત છે. હદીષમાં આવે છે કે :
☜ عَنْ عَائِشَةَ، أَنَّهَا قَالَتْ : كَانَ نَبِيُّ اللَّهِ ﷺ يَسْتَاكُ فَيُعْطِينِي السِّوَاكَ لِأَغْسِلَهُ، فَأَبْدَأُ بِهِ فَأَسْتَاكُ، ثُمَّ أَغْسِلُهُ وَأَدْفَعُهُ إِلَيْهِ ۞
(અબૂ દાઉદ : ૫૨)
☞ તર્જુમો :- હઝરત આઈશાؓ બયાન કરે છે કે રસુલુલ્લાહ ﷺ મિસ્વાક કર્યા પછી મને ધોવા માટે આપતા હતા તો પહેલા મેં પોતે તે જ મિસ્વાક કરી લેતી હતી અને પછી ધોઈને પાછું આપી દેતી હતી.
➻ નોંધ :- મિસ્વાક માટે પીલુડીનું મિસ્વાક હોવું જરૂરી નથી, બલ્કે ગમે તેનાથી સુન્નત અદા થઈ જશે, હાં શ્રેષ્ઠ અને ઉત્તમ પીલુડી અને જૈતૂનનું મિસ્વાક છે.
તે માટે મિસ્વાકને પુરુષો સાથે ખાસ સમજવું દુરુસ્ત નથી.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૧૧ / ૫૩ & ઈસ્લાહે અગ્લાત : સિ. નં. ૧૫૮]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59