લોકોમાં આ માન્યતા પણ ખૂબ જ પ્રચલિત છે કે રામ અને રહીમ (અલ્લાહ) બંન્ને એક જ સમાન છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત માન્યતા કે રામ - રહીમ એક જ છે દુરુસ્ત નથી. કેમ કે ગેર મુસ્લિમોની માન્યતા મુજબ રામ મા - બાપ ના પેટથી જન્મ લેનાર મખ્લૂકમાંથી એક માણસ છે. જ્યારે કે અલ્લાહ તઆલા તો સઘળી સૃષ્ટિનો ખાલિક અને સર્જનહાર છે. કુર્આનમાં અલ્લાહ તઆલા પોતે ઈરશાદ ફરમાવે છે કે :
لَمۡ یَلِدۡ ۬ ۙ وَلَمۡ یُوۡلَدۡ ۙ وَلَمۡ یَکُنۡ لَّهٗ کُفُوًا اَحَدٌ
તર્જુમો :- અલ્લાહ તઆલા કોઈને જન્મ આપનાર અને કોઈથી જન્મ પામનાર નથી. અને કોઈ પણ તેમના સમાન નથી.
તે માટે ઉપરોક્ત વાક્ય વિષે અકીદો રાખવો દુરુસ્ત નથી.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૭૪]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59